ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણપણે ચરિતાર્થ પણ કરીએ છીએ. આજે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોશિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે.’
–> હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર:- ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે. અમારી સરકારે જ ગૌ હત્યારાઓને પકડવાનું કામ કર્યું છે. ગઈકાલે અમદાવાદ કોર્ટે 2 ગૌ હત્યારાને 7 વર્ષની સજા કરી છે. ત્યારે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષા મામલે કોર્ટના નિર્ણયને વધાવ્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદ કોર્ટેનો આ ઐતિહાસિક નિર્ણય છે. અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ. પવિત્ર ગાયને વંદન છે. ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાને પકડતા નથી પરંતુ જેલની સજા મળે ત્યા સુધી કામ કરીએ છીએ.
ગૌ હત્યા કરનાર આરોપીને અમદાવાદની કોર્ટે 07 વર્ષની સજા ફટકારતા આવા કુખ્યાત લોકોને પણ ચેતવણી મળી છે. નોંધનીય છે કે, ગૌ રક્ષા અપરાધમાં સૌ પ્રથમ વખત રાજ્યમાં 6 વર્ષ પહેલા સજા આપવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીએ વાછડી કાપીને તેની બિરયાની બનાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સજા સાથે 1 લાખ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








