ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં નડ્યું હતું. ત્યાર બાદ હવે દિવાળી તહેવાર પર વરસાદનો સામનો કરવો પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. આ સાથે જ શક્તિ વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી એટલે કે 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડુંને લઈ પણ આગાહી કરતાં જણાવ્યું કે તે ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતું તેની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તથા સૌરાષ્ટ્ર તરફ આવતા જ વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીપ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
દિવાળી પર રહેશે વરસાદી માહોલ
નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. ત્યારે હવે દિવાળી પર પણ વરસાદનું વિઘ્ન જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. આ લો પ્રેશરને લઈને દિવાળીનો તહેવાર બગડી શકે છે. દિવાળીના દિવસે પણ વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બીજી તરફ બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલે કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in








