Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે. ત્યારે આજે એટલે કે, 11મી માર્ચના રોજ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે.

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર :- હવામાન વિભાગે રાજ્યમાં આજે 1 નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે બાદ તાપમાન નીચે જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 2-3 દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 11 માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.

આ પણ વાંચો :- surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો દ્વારા વિરોધ, તંત્રને આર્થિક મદદ કરવા કરાઈ માગ

12 માર્ચની આગાહી જોઈએ તો, રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પારો ઊંચકાવવાની સંભાવના છે. ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *