રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા વધી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરને કારણે વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે. જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આગાહી મુજબ 18 માર્ચે કચ્છ, દ્વારકા અને મોરબી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, દીવ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વધતી ગરમી વચ્ચે વરસાદ પડવાથી સામાન્ય લોકોને થોડોક રાહત મળી શકે છે. જોકે કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની શકે છે, ખાસ કરીને પાક કાપણીના સમયગાળા દરમિયાન વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી ખેડૂતોને આગાહી ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





