યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો

એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ પણ મુસાફરીના ખર્ચમાં વધારો કર્યો છે. એરલાઇનની જાહેરાત મુજબ 14 માર્ચ, 2026 રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ પર વધારાનો ફ્યુઅલ ચાર્જ લાગુ થશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે એરલાઇનના ઈંધણ (ATF)ના ભાવમાં 85 ટકાથી વધુનો વધારો થયો છે, જેના કારણે આ પગલું ભરવું પડ્યું છે.

ફ્યુઅલ ચાર્જની નવી રકમ:
– ભારતમાં ડોમેસ્ટિક ઉડાન: ₹425
– ભારતીય ઉપખંડ (Indian Subcontinent): ₹425
– મધ્ય પૂર્વ: ₹900
– દક્ષિણ પૂર્વ એશિયા અને ચીન: ₹1,800
– આફ્રિકા અને પશ્ચિમ એશિયા: ₹1,800
– યુરોપ: ₹2,300

એરલાઇનના જણાવ્યા મુજબ ઓપરેટિંગ ખર્ચમાં થયેલા અચાનક વધારો અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો (જે એરલાઇનના ખર્ચનો આશરે 40% છે) કારણે આ નવો ચાર્જ લાગુ કરવો અનિવાર્ય બન્યો છે.

10 માર્ચે એર ઇન્ડિયાએ પણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ ચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. ડોમેસ્ટિક ફ્લાઈટ માટે ₹399, મિડલ ઈસ્ટ માટે ₹900 અને દક્ષિણપૂર્વ એશિયા માટે ₹1,800 વધારો થયો હતો. આ પગલાંની સીઘી અસર હવાઈ ટિકિટના ભાવ પર જોવા મળશે અને મુસાફરો માટે ખર્ચમાં વધારો લાવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો