રાજ્યમાં બટાકાના ભાવમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની સરકારને રાહત પેકેજની માંગ

રાજ્યમાં બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા છે. બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હાલની સ્થિતિ મુજબ બટાકાના ભાવમાં 60%થી વધુ ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ પૂરો નથી થતો અને ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

ગત વર્ષે બટાકાના ભાવ પ્રતિ મણ 250 થી 450 રૂપિયાનું હતું, જ્યારે આ વર્ષે એ જ બટાકા માટે માત્ર 80 થી 150 રૂપિયાનું ભાવ મળતો જોવા મળે છે. ભાવમાં આ મોટો ઘટાડો ખેડૂતો માટે બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની રહ્યો છે.

વિશેષ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાંના ખેડૂતો પણ ભાવ ઘટતા પરેશાન થયા છે. બજારમાં બટાકાનું ઉત્પાદન વધવાને કારણે વેચાણમાં પણ મુશ્કેલી આવી રહી છે. ઘણા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા બટાકા વેચવામાં મુશ્કેલી પડી રહી છે, જે આર્થિક સંકટ ઊભો કરે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગ્ય સહાય મળી શકે તો તેઓ આર્થિક નુકસાનમાંથી થોડી રાહત અનુભવશે અને પોતાના ખેતીના ખર્ચને પહોંચી વળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Mehsana : સાયબર ઠગાઈ: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નિવૃત્ત આરોગ્ય કર્મચારી સાથે ₹12.60 લાખની ઠગાઈ Cyber Trap

    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹12.60 લાખની ઠગાઈ: Mehsana ના નિવૃત્ત આરોગ્ય કર્મચારીને સાયબર ઠગોએ ફસાવ્યા Mehsana જિલ્લામાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ Mehsanaના એક નિવૃત્ત આરોગ્ય કર્મચારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ શેરબજારમાં રોકાણ અને સારા વળતરની વાત કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અલગ-અલગ કારણોસર તેમની પાસેથી કુલ ₹12.60 લાખની રકમ મેળવી લેવામાં આવી હતી. આ પ્રકારની સાયબર છેતરપિંડીમાં શરૂઆતમાં રોકાણ અંગે આકર્ષક ઓફર બતાવવામાં આવે છે. ત્યારબાદ પીડિતને ઓનલાઈન પ્લેટફોર્મ, એપ્લિકેશન અથવા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી રોકાણ કરાવવામાં આવે છે. શરૂઆતમાં નફો દેખાડીને વધુ રકમ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અંતે…

    ઢોલ-નગારાના તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી: Rajkotમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, Deep Faith

    ઢોલ-નગારાના તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી: Rajkotમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, પોલીસ-ફાયર વિભાગનો ચુસ્ત બંદોબસ્ત Rajkot શહેરમાં ગણેશોત્સવની ભક્તિભરી ઉજવણી બાદ હવે ગણેશજીની મૂર્તિઓના વિસર્જનનો તબક્કો પૂર્ણ થયો છે. ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ પોતાના આરાધ્ય દેવ ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી. મળતી માહિતી મુજબ, Rajkot શહેર અને આસપાસના વિસ્તારોમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી નાની-મોટી મૂર્તિઓને ભક્તો દ્વારા શોભાયાત્રા સાથે વિસર્જન સ્થળો સુધી લઈ જવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી…