IPL 2026: શું ધોની CSK માટે IPLની છેલ્લી સિઝન રમશે?, જાણો વિગત

IPL 2026 માત્ર બે અઠવાડિયા દૂર છે અને ફેન્સ તેમના પ્રિય ક્રિકેટર એમએસ ધોનીને ફરી રમતા જોવા માટે ઉત્સાહિત છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ધોની વર્ષમાં ફક્ત IPLમાં જ રમે છે. દર વર્ષે ફેન્સને ચિંતા રહે છે કે આ ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે, અને 2026માં પણ એ જ પ્રશ્ન ફરી ઊભો થયો છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે જિયો હોટસ્ટાર શોમાં ધોનીના ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “એમએસ ધોની વિના CSK અધૂરી છે. આ છેલ્લી વાર હોઈ શકે છે જ્યારે આપણે તેને યલો જર્સીમાં જોઈ શકીએ. તેના વિના CSK અને IPLની કલ્પના કરવી મુશ્કેલ છે. જેમ જેમ IPL નજીક આવી રહી છે, તેમ તેમ આપણે મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી રમતો જોઈએ છીએ. આ વખતે તે સંપૂર્ણપણે તૈયાર અને ફિટ દેખાય છે.”

ઈરફાન પઠાણ માને છે કે IPL 2026 દરમિયાન ધોની યુવાન ખેલાડીઓને માર્ગદર્શન આપશે અને નવી લીડરશિપ તૈયાર કરવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું, “ધોની આ સિઝનમાં ટીમના દરેક સભ્યને એકસાથે લાવવા મુખ્ય ભૂમિકા ભજવશે. સંજુ સેમસન અને અન્ય યુવાનોના વિકાસ માટે તે મહત્વપૂર્ણ રહેશે.”

પઠાણે વધુમાં જણાવ્યું કે, “ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન હશે, પરંતુ ધોની બે-ત્રણ ખેલાડીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરશે. તેની ફિટનેસ અને બેટિંગ ક્રમ હજુ ચર્ચામાં છે. CSK મેનેજમેન્ટ ધોનીને છઠ્ઠી IPL ટ્રોફી સાથે શ્રેષ્ઠ વિદાય આપવા માટે વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

 

  • Related Posts

    પાકિસ્તાને વિદેશી પત્રકારો માટે નવા નિયમો લાગુ કર્યા, NOC વિના ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી બહાર નહીં કરી શકાય રિપોર્ટિંગ

    પાકિસ્તાન સરકારે વિદેશી પત્રકારો માટે નવા રિપોર્ટિંગ નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ માટે કામ કરતા વિદેશી પત્રકારોએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની બહાર કોઈપણ વિસ્તારમાં રિપોર્ટિંગ કરવા પહેલાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયને કારણે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સ્વતંત્ર રિપોર્ટિંગ પર અસર પડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. માહિતી અનુસાર, પાકિસ્તાનમાં નવા નિયમોનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. હવે કોઈપણ વિદેશી પત્રકાર જો પાકિસ્તાનના અન્ય શહેરો અથવા સંવેદનશીલ વિસ્તારોમાં મેદાની રિપોર્ટિંગ કરવા માંગતા હોય તો તેમને અગાઉથી સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી વિના રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સંવેદનશીલ વિસ્તારોમાં પત્રકારો પર વધશે નિયંત્રણ નવા નિયમો બાદ પાકિસ્તાન કબજા હેઠળનો કાશ્મીર (PoK),…

    ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર લાદવામાં આવશે સંપૂર્ણ પ્રતિબંધ

    ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 6 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. સરકારનું માનવું છે કે બજારમાં ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદનો સામે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. હવે આ પ્રતિબંધના અમલ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. છેલ્લા કેટલાક સમયથી ડેરી પ્રોડક્ટ્સના નામે બજારમાં એવા ઉત્પાદનો…