ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી સ્તરે ગરમાવો સર્જ્યો છે.

કોંગ્રેસ દ્વારા ટાઈફોઈડના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીતી પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાળકનું મોત ટાઈફોઈડથી થયું નથી. આ મુદ્દે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક તત્વ નથી: કમિશનર
કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 113 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા સઘન સર્વેલન્સ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કમિશનર મુજબ ગાંધીનગર શહેરમાં અત્યાર સુધીમાં આશરે 75 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યાં પાણીની લાઈન લીકેજની માહિતી મળી હતી ત્યાં તાત્કાલિક સુધારણા કરવામાં આવી છે. શહેરમાંથી કુલ 43 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં કોઈપણ પ્રકારનું વાંધાજનક તત્વ મળ્યું નથી.

શહેર કોંગ્રેસ પ્રમુખનો આરોપ
ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલે જણાવ્યું હતું કે જ્યાં ડ્રેનેજ અને પાણીની લાઈનો ભેગી થઈ ગઈ છે, તે વિસ્તારોમાં તાત્કાલિક સ્વચ્છ પાણી માટે ટેન્કરો પૂરા પાડવા જોઈએ. જો 12 કલાકમાં મનપા દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો જીએમસી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. તેમણે પાણીના કારણે બાળકનું મૃત્યુ થવું દુઃખદ અને ગંભીર મુદ્દો હોવાનું જણાવ્યું.

ટાઈફોઈડથી બચવાના ઉપાયો
– દિવસ દરમિયાન ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવું
– તાવના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી
– ફ્રિજમાં લાંબા સમયથી પડેલો ખોરાક ટાળવો
– બહારનો ખોરાક અને ઠંડા પીણાંનું સેવન ન કરવું
– ઘરમાં બનાવેલો શુદ્ધ અને તાજો ખોરાક લેવો
– વધુ મસાલેદાર અને તળેલો ખોરાક ટાળવો
– પેકેજ્ડ ફૂડનું સેવન શક્ય તેટલું ટાળવું

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે…

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં…