મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો

મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની નજીક આવેલા સંવેદનશીલ વિસ્તારમાં થયો હતો.

પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા અને સ્થળની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નિયંત્રિત અને સાવધાનીપૂર્વક જવાબી કાર્યવાહી કરી હતી. હુમલા બાદ આસપાસના વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

તંગનોપાલ જિલ્લો મ્યાનમારની નજીક હોવાને કારણે અહીં આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓની શક્યતા વધુ રહેતી હોય છે. હાલ સુધી હુમલાખોરોના જૂથની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સુરક્ષા એજન્સીઓ વિસ્તારની સ્થિતિ પર નજર રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…