ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો
અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકો એકસાથે મેચનો આનંદ લઈ શકે છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને દેશભર તેમજ વિદેશમાંથી હજારો ચાહકો અમદાવાદ આવવાના હોવાથી રેલ્વેએ મુસાફરોને વધારાની સુવિધા…
ભારત છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન, ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યું
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી પરાજય આપી છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહેલી ભારતીય ટીમે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરી દેશભરના ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી. ટોસ જીત્યો, બેટિંગમાં તોફાન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ભારત માટે સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો. શરૂઆતમાં એક વિકેટ વહેલી પડ્યા બાદ વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેએ ઇનિંગ્સને સંભાળી લીધી અને ત્યારબાદ ઇંગ્લેન્ડના બોલરો પર હાવી થઈ ગયા. 14 વર્ષના વૈભવનો વિસ્ફોટ માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ જેવા દબાણભર્યા મુકાબલામાં ઐતિહાસિક વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 80 બોલમાં 175…








