બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર, વાળ કાપી મૂક્યા; જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર થયો. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધ્યું અને વાળ કાપી નાખ્યા, સાથે જ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિતાએ સ્થાનિક હેલ્પ માટે નજીકના લોકોને આ ઘટના જણાવી તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ. તેના બાદ મહિલા દ્વારા શાહીન અને તેના સાથી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક સ્રોતો મુજબ, પીડિતાએ આશરે અઢી વર્ષ પહેલાં શાહીન અને તેના ભાઈ પાસેથી જમીન અને ઘર ખરીદ્યું હતું. ત્યારથી શાહીન મહિલા પર નજર રાખતો હતો અને અનેક વખત તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેના પ્રસ્તાવનો ઇનકાર કર્યો તો શાહીન અને…