દિલ્હીના LG VK સક્સેનાને મળી મોટી રાહત, મેધા પાટકર માનહાનિ કેસમાં કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને સામાજિક કાર્યકર્તા મેધા પાટકર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની સાકેત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સક્સેનાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. સાકેત કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપોને સમર્થન આપવા માટે કોઈ કાયદેસર રીતે માન્ય અને નક્કર પુરાવા રજૂ કર્યા નથી. આ માનહાનિનો કેસ લગભગ 25 વર્ષ જૂનો છે. વર્ષ 2000થી મેધા પાટકર અને વીકે સક્સેના વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે, જ્યારે પાટકરે સક્સેના વિરુદ્ધ તેમના અને નર્મદા બચાવો આંદોલન (NBA) ની ટીકા કરતી જાહેરાત પ્રકાશિત કરવા બદલ દાવો દાખલ કર્યો હતો. તે સમયે સક્સેના અમદાવાદ સ્થિત NGO, નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના વડા હતા. સક્સેનાએ એક ટીવી ચેનલ પર પાટકર વિરુદ્ધ…