તિરુપતિમાં નાસભાગમાં થયેલા મોતનો મામલો, ગેટ ખોલનાર DSP સામે FIR

તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાત્રે એક દુ:ખદ ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ ભક્તોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે સેંકડો ભક્તો ભગવાનના દર્શન માટે એકઠા થયા હતા અને ‘વૈકુંઠ દ્વાર દર્શનમ’ માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગ 10 જાન્યુઆરીથી શરૂ થતા 10 દિવસના વૈકુંઠ દ્વાર દર્શનમનો હતો, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો તિરુપતિ પહોંચ્યા હતા. ભક્તોની ભીડ ટિકિટ મેળવવા માટે આગળ વધવા લાગી ત્યારે નાસભાગ મચી ગઈ. આ ઘટના તિરુમાલાના બૈરાગી પટ્ટેડા વિસ્તારમાં એમજીએમ સ્કૂલ પાસે થઇ હતી, જે મંદિરની નજીકનો વ્યસ્ત વિસ્તાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા…