રક્ષાબંધન પર બહેનો માટે ગુજરાત સરકારની મોટી ભેટ: STના કાફલામાં 101 નવી બસો દોડશે
રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં જ ગુજરાતમાં મુસાફરોની અવરજવર વધવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વતન અથવા ભાઈના ઘરે જતી હોવાથી રાજ્યના જાહેર પરિવહન પર ભારે દબાણ જોવા મળે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા તૈયાર કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTCના કાફલામાં 101 નવી બસો ઉમેરવામાં આવશે. આ નવી બસોને રક્ષાબંધનના તહેવાર પહેલાં સેવામાં મૂકવામાં આવશે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી બસોને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવશે. પરંતુ વાત માત્ર 101 નવી બસો પૂરતી નથી. રક્ષાબંધન દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે 26થી 30 ઓગસ્ટ દરમિયાન કુલ 6,500 વધારાની ST બસો અને ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
ઉજ્જૈનથી પરત ફરી રહ્યા હતા અને રસ્તામાં જ મોત, ગુજરાતના 6 યુવાનોનો ભયાનક અકસ્માત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં વડોદરાના છ યુવાનોના મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ તમામ યુવાનો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. તેઓ ઈકો વેનમાં સવાર હતા. રસ્તામાં તેમની વેનને રોંગ સાઇડથી આવી રહેલા એક ટ્રોલાએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વેનના ફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર છ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એક અન્ય યુવાનને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર ગમખ્વાર અકસ્માત આ દુર્ઘટના ધાર જિલ્લાના બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર પંચકવાસા નજીક બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગુજરાતથી આવેલા યુવાનો ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ…
અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે અસર પેદા કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે…
ધારાસભ્ય યોગેશ પટેલને મળી ડિજિટલ એરેસ્ટની ધમકી, પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીએ કરી ઝડપી કાર્યવાહી
સાયબર ઠગો હવે નેતાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મોબાઈલ પર ફોન કરીને એક સાયબર ઠગે ખોટી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઠગે જણાવ્યું કે “તમને નોટિસ મોકલવામાં આવી છે” અને કાયદાકીય કાર્યવાહી તેમજ ધરપકડ જેવી ધમકી આપી. ફોનની શંકા જતાં ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીને તરત જ સમગ્ર મામલે જાણ કરી હતી. પોલિસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર મુદ્દો સાયબર ઠગે ધારાસભ્ય યોગેશ પટેલને ફોન કરી કહ્યું કે તે મુંબઈથી બોલી રહ્યો છે અને તેમને નોટિસ મોકલવામાં આવી છે. ઠગે ડરનો માહોલ ઊભો કરીને દબાણ વધારવાનો પ્રયાસ કર્યો, જેથી ધારાસભ્ય તેમની માંગણીઓ સ્વીકારી લે. પણ યોગેશ પટેલે…
વડોદરા: SIR કામગીરી દરમિયાન BLO સહાયકનું નિધન, તણાવ અને કામનું ભાર કારણ
વડોદરામાં Special Summary Revision (SIR)ની કામગીરી દરમિયાન એક BLO સહાયક ઉષાબેન સોલંકી અચાનક બેભાન પડી ગઈ અને હોસ્પિટલમાં પહોંચતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાનું સ્થળ પ્રતાપ વિદ્યાલય હતું જ્યાં ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ, દીવસભરના ભારે કામ અને વધતા તાપમાનને કારણે તેમની તબિયત લથડી. તપાસ હેઠળ જાણવામાં આવ્યું છે કે, BLOની આ સહાયક ITIમાં કર્મચારી છે અને SIR પ્રક્રિયામાં સહાય માટે તાત્કાલિક નિયુક્ત કરવામાં આવી હતી. તબિયત બગડતા સહકર્મચારીઓએ તરત એમ્બ્યુલન્સ બોલાવી મદદની, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાથી જ જીવ જોખમમાં હતો. આ પહેલા વડોદરા જિલ્લામાં પાદરા વિસ્તારમાં પણ BLO જુલ્ફીકાર પઠાણને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોડીનારમાં ગીર સોમનાથ જિલ્લાના BLO શિક્ષક અરવિંદ મૂળજી…
વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન
વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર અને હવાની ગુણવત્તા અંગે રીયલ-ટાઇમ માહિતી આપશે. કારેલીબાગ ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્થાપના આ સ્ટેશન કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત સ્થાપિત થયું છે. કારેલીબાગ વિસ્તારના પાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવેલ આ સ્ટેશન વડોદરાની હવા કેટલી શુદ્ધ છે તેની સતત દેખરેખ રાખશે. રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર સ્ટેશન આ મોનીટરીંગ સિસ્ટમ 24 કલાક સતત કાર્યરત રહેશે અને તેનું ડેટા સીધું GPCB અને CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ના સર્વર સાથે જોડાશે. હવાની ગુણવત્તા અંગેની માહિતી CPCB ની વેબસાઇટ અને “સમીર” મોબાઈલ એપ્લિકેશન…
વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત
શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી આપેલા નિવેદન અનુસાર, રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાથે જ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃશરૃ થઈ જશે. તારીખવાર વિજ પુરવઠો બંધ રહેવાના વિસ્તારો: તા. 3 ઓક્ટોબર (શુક્રવાર): વાસણા સબ ડિવિઝન માઈલ સ્ટોન ફીડર શહીદ વિસ્તાર આસપાસ તા. 4 ઓક્ટોબર (શનિવાર): અટલાદરા ફીડર મહાબલીપુરમ ફીડર વિસ્તાર તા. 5 ઓક્ટોબર (રવિવાર): અલકાપુરી ફીડર પનોરમ ફીડર વિસ્તાર તા. 7 ઓક્ટોબર (મંગળવાર): અલકાપુરી ફીડર આર્કેડ ફીડર અકોટા સબ ડિવિઝન ગુજરાત ટ્રેક્ટર ફીડર યોગી ફીડર (અટલાદરા સબ ડિવિઝન) તા. 8 ઓક્ટોબર (બુધવાર): સમા સબ ડિવિઝન (અણુશક્તિ ફીડર)…













