વડોદરામાં ભરશિયાળે પાણીની સમસ્યા સર્જાઈ, ગોરવામાં પાઈપલાઈનની કામગીરી શરૂ
B INDIA વડોદરા : વડોદરામાં આજે હજારો લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, મ્યુ.કોર્પોરેશન દ્વારા ગોરવામાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. તેને લઈ આજે સ્થાનિકોને પાણીને લઈ સમસ્યા ઉભી થશે. કોર્પોરેશન દ્વારા સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેને લઈને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ, પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ કરાઈ છે જેમાં ગોરવા ટાંકીથી જનકપુરી સુધી પાણીની હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે. અને તેને લઈ સ્થાનિકોને પાણી માટે એક દિવસ વલખા મારવા પડશે. તેમજ નાગરિકો કોર્પોરેશનને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે. આવતીકાલે સવારે પણ સ્થાનિકોને ઓછા પ્રેશરથી પાણીનો પુરવઠો વિતરણ થશે. -> આ વિસ્તારોમાં…







