વડોદરામાં ભરશિયાળે પાણીની સમસ્યા સર્જાઈ, ગોરવામાં પાઈપલાઈનની કામગીરી શરૂ

B INDIA વડોદરા : વડોદરામાં આજે હજારો લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, મ્યુ.કોર્પોરેશન દ્વારા ગોરવામાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. તેને લઈ આજે સ્થાનિકોને પાણીને લઈ સમસ્યા ઉભી થશે. કોર્પોરેશન દ્વારા સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેને લઈને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ, પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ કરાઈ છે જેમાં ગોરવા ટાંકીથી જનકપુરી સુધી પાણીની હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે. અને તેને લઈ સ્થાનિકોને પાણી માટે એક દિવસ વલખા મારવા પડશે. તેમજ નાગરિકો કોર્પોરેશનને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે. આવતીકાલે સવારે પણ સ્થાનિકોને ઓછા પ્રેશરથી પાણીનો પુરવઠો વિતરણ થશે.

-> આ વિસ્તારોમાં નહીં મળે પાણી :- ગોરવા પાણીની ટાંકી ખાતેથી આજે સાંજના સમયે વિતરણ થતાં ઝોન (1) બપોરે 04થી 05 ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ આઈ.ટી.આઈ. પાસે તરફનો વિસ્તાર, (2) સાંજે 06થી 07 ગોરખનાથ મહાદેવ મંદિરથી નવાયાર્ડ બ્રીજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તાર ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *