તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ…

અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ચેતવણી, જાણો શું છે મામલો

અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં હાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોના કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી છે. ભારત પર ટેરિફ વધાર્યા બાદ હવે અમેરિકાએ વધુ એક કડક સંદેશો આપ્યો છે, જે ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે. ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો અમેરિકામાં રહીને કોઈ ભારતીય વિદ્યાર્થી યુ.એસ.ના કાયદાનો ભંગ કરશે તો તેમનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને તેમને ભારત પરત મોકલવામાં આવી શકે છે. એમ્બેસીએ લખ્યું છે કે, “યુ.એસ.ના કાયદાનો ભંગ કરવાથી તમારા વિદ્યાર્થી વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ થાય અથવા તમે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન…

દેશમાં US એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ, વિઝા અને પાસપોર્ટ સેવાઓ કરાઈ સ્થગિત

ભારતમાં યુએસ એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ્સ 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના પગલે લેવામાં આવ્યો છે. નાતાલના પર્વને ધ્યાનમાં રાખીને લેવાયેલ આ પગલાથી તમામ વિઝા, પાસપોર્ટ અને કોન્સ્યુલર સેવાઓ આ ત્રણ દિવસ માટે અટકી જશે. દેશના મુખ્ય શહેરોમાં આવેલી યુએસ દૂતાવાસો (દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ)માં નિયમિત વિઝા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ પ્રક્રિયા નહીં ચાલે. જે અરજદારોની એપોઇન્ટમેન્ટ આ સમયગાળામાં હતી, તેમને ઇમેઇલ મારફતે નવી તારીખોની જાણ કરવામાં આવશે. જો કે, મેડિકલ ઇમરજન્સી અથવા ગંભીર કિસ્સાઓ માટે હેલ્પલાઇન કાર્યરત રહેશે. એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે 27 ડિસેમ્બરથી તમામ સેવાઓ ફરી શરૂ થશે. અરજદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર પોર્ટલ…