ટ્રમ્પનો વોર પ્લાન ફરી થયો લીક, સંરક્ષણ મંત્રીએ સિગ્નલ પર સંપૂર્ણ વિગતો કરી શેર

હુથી બળવાખોરો પર હુમલો કરવાની યોજના ફરી એકવાર લીક થઈ ગઈ છે. ટ્રમ્પના મંત્રીમંડળ પર ફરીથી આ આરોપ લાગ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે સિગ્નલ મેસેજિંગ એપ પર હુથીઓ પર હુમલો કરવાની યોજના લીક કરી હતી. પીટ હેગસેથ પર સિગ્નલ પર યમનના હુથી બળવાખોરો સામેના યુએસ લશ્કરી હુમલા વિશે સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે. આ મામલો ખૂબ જ ગંભીર છે. હેગસેથે આ માહિતી એક ખાનગી સિગ્નલ ગ્રુપમાં શેર કરી હતી જેમાં તેમની પત્ની જેનિફર રૌચેટ હેગસેથ, ભાઈ ફિલ હેગસેથ અને અંગત વકીલ ટિમ પાર્લાટોર સહિત લગભગ એક ડઝન લોકો હાજર હતા. આ ગ્રુપનું નામ ડિફેન્સ ટીમ હડલ હતું, જે હેગસેથે જાન્યુઆરી 2025માં બનાવ્યું હતું. આ ચેટ માટે, હેગસેથે કોઈ સરકારી ઉપકરણનો ઉપયોગ કર્યો…