Operation Sindoor બાદ ઘૂસણખોરીના કેટલા થયા પ્રયાસો? કાશ્મીર BSFએ આપી આ માહિતી
આજે BSFનો સ્થાપના દિવસ છે. આ દિવસે BSFની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે BSFના કાશ્મીર IG અશોક યાદવે જણાવ્યું હતું કે સરહદ પારથી લગભગ 100-120 આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે, પરંતુ BSF દરેક મોરચે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી, આતંકવાદીઓએ બે વાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. સેનાએ ઘૂસણખોરી કરવા આવેલા 13 આતંકવાદીઓમાંથી 8ને ઠાર માર્યા છે. તેમણે કહ્યું કે તમામ પડકારો છતાં, BSF દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. BSF કાશ્મીરના આઈજી અશોક યાદવે જણાવ્યું હતું કે, “વિવિધ લોન્ચિંગ પેડ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટે 100-120 આતંકવાદીઓ તૈયારી કરી રહ્યા છે. BSF આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઓપરેશન સિંદૂરમાં, BSF પાકિસ્તાની ચોકીઓને નષ્ટ…
આતંકવાદને ડામવા વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- કડક અને નિર્ણાયક કાર્યવાહી કરીશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ લોરેન્સુ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. આતંકવાદીઓને ટેકો આપનારાઓને કડક ચેતવણી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘અમે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરહદ પારના આતંકવાદ સામેની અમારી લડાઈમાં અંગોલાના સમર્થન બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્સો સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું, ‘અમે આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓ સામે મજબૂત અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’ સરહદ પારના આતંકવાદ સામેની અમારી લડાઈમાં…








