પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન

પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે પુણેમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સુરેશ કલમાડીના નશ્વર દેહને બપોરે 2:00 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ વિવાદથી ચર્ચામાં સુરેશ કલમાડીનું નામ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસને કારણે ખાસ ચર્ચામાં આવ્યું હતું. ગેમ્સના આયોજન અને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી નાણાકીય અનિયમિતતાઓના આરોપ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. લાંબી રાજકીય કારકિર્દી સુરેશ કલમાડીનો જન્મ 1 મે, 1944ના રોજ…