સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ વચ્ચે વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના નાણાં ફસાયા
B india સુરત : સુરતમાં હીરા ઉદ્યોગની મંદીનાં કારણે વધુ એક વેપારીએ ઉઠામણું થયું છે. જેના કારણે લેણદારોના નાણાં ફસાયા હતા. શહેરના મહિધરપુરાના હીરા વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. મહિધરપુરાના વેપારી ત્રણ વેપારીઓ પાસેથી હીરા લીધા બાદ રુપિયાની ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ ગયો હતા. લાંબા સમય સુધી કોઈ સમાચાર ના મળતાં લેણદાર ત્રણ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. હીરા બજારમાં ઉઠમણાંનો દોર યથાવત છે. મહીધરપુરાના હીરાના વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. વેપારીએ હીરાના કારોબારને લઈને વરાછાના ત્રણ વેપારી પાસેથી હીરા લીધા હતા. જેના બાદ વરાછાના વેપારીઓ પાસેથી લીધેલ હીરાની કિમંતની ચૂકવણી કરવામાં પાછીપાની કરી હતી. વિશ્વાસે ચાલતા આ ઉદ્યોગમાં વેપારીએ વેપારી સાથે જ છેતરપિંડી કરી અને રૂપિયાની ચૂકવણી કર્યા…







