ઉનાળામાં છાશ સારી કે દહીં, કયું વધારે ફાયદાકારક? જાણો પોષક તત્વો અને આરોગ્ય લાભ વિશે

ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે આપણા ઘરોમાં દહીં અને છાશનો ઉપયોગ કાયમથી થતો આવ્યો છે. આ બંને પોષક તત્વોથી ભરપૂર પરંપરાગત પેય આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે, પરંતુ શું તમે જાણો છો કે દહીં અને છાશમાંથી કયું વધુ લાભકારક છે? ચાલો જાણીએ બંનેના ખાસ ફાયદા અને કોને કેટલો લાભ મળી શકે છે. છાશ: ઉનાળામાં ઉત્તમ આરોગ્ય ટોનિક આયુર્વેદના અનુસંધાન મુજબ છાશ દહીં કરતાં હલકું, પાચનયુક્ત અને ઠંડક આપનારું હોય છે. ઉનાળામાં છાશના નિયમિત સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે અને ગરમીના અસરથી રક્ષણ મળે છે. છાશના મુખ્ય ફાયદા: – શરીરને ઠંડક આપે છે – પાચનશક્તિ સુધારે છે – વજન ઘટાડવામાં મદદરૂપ – ડિહાઇડ્રેશનથી બચાવે – લવણ અને એન્ઝાઈમ્સથી ભરપૂર દહીં: પ્રોટીન અને કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત…