સુરત–નવસારીમાં IT વિભાગની મોટી કાર્યવાહી: વારી સોલાર સહિત 25 સ્થળે દરોડા, જાણો વિગત
સુરત અને નવસારીમાં આજે આવકવેરા વિભાગ (Income Tax Department) અચાનક સક્રિય બનતા શહેરના ઉદ્યોગ જગતમાં ભારે ચકચાર મચી છે. IT વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બે શહેરના પ્રતિષ્ઠિત ગ્રુપ વારે સોલાર (Vari Solar/Vari Group) સહિત કુલ 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના સચિન SEZમાં દરોડા IT ટીમે સુરતના સચિન SEZમાં આવેલી વારી સોલાર કંપનીમાં તપાસ શરૂ કરી. અહીં સોલાર પેનલ બનાવાતી કંપનીના કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી અને અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં आए છે. સૂત્રો મુજબ આ દસ્તાવેજોના આધારે મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે. વાપી, ચીખલી, નવસારી, મુંબઈ—સર્વત્ર રેડ IT વિભાગની ટીમો દ્વારા સામેલ સ્થાનો: વાપી ચીખલી નવસારી મુંબઈની ઓફિસો વારિ ગ્રુપના જમીન સોદા અંગે મળેલી માહિતીના આધારે તપાસનો દોર વધુ વિસ્તર્યો છે. ચીખલી–નવસારી…







