ગુજરાત ચૂંટણી પંચના CEO તરીકે નિયુક્ત થયેલા સંદીપ સાગલે કોણ છે? જાણો તમામ વિગત
એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાનો પાયો એટલે મ્યુનિસિપલ ચૂંટણીઓ ના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રાજ્ય માટે નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની નિમણૂક કરી છે. પંચે 2007 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાગલેને નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ, આ ભૂમિકા IAS અધિકારી હરિત શુક્લા દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની દેખરેખ રાખી હતી. શુક્લા 1999 બેચના IAS અધિકારી છે. સાગલે અગાઉ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. 2007 બેચના IAS અધિકારી, સંદીપ સાગલે સ્વચ્છ છબી ધરાવતા અધિકારી છે. તેમણે અગાઉ ગુજરાતના અમદાવાદના કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે બનાસકાંઠા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં…
ધોલેરા SIRમાં બનશે 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ, નવી દિલ્હીમાં થયા MoU
નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાતે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ MoU કર્યા છે.આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ MoU ધોલેરા SIR ખાતે 250 મેગા વોટના હાઇ પર સ્કેલ, ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે. વન, પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા MoU દ્વારા L & T વ્યોમાં રૂ. 25 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે તેમજ સંભવત: 2028 સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. આ MoU ગુજરાતને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાના સહિયારા વિઝન તથા ગુજરાત IT/ITeS નીતિ (2022-27) સાથે…
Ahmedabad: ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) પૂર્ણ; 49.12 લાખથી વધુ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરની ઉપસ્થિતિમાં તા.01-01-2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝૂંબેશ બાદ તૈયાર થયેલી આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં ગત તા. 28 ઓક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરાયેલા આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા મતવિભાગોમાં વ્યાપક…
ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે. જિલ્લાવાર મળેલા…
SIRની પ્રક્રિયામાં ચૂંટણીપંચે જાહેર કરી વિગતો, નામ કમી કરવા અને ઉમેરવા મળ્યા આટલા ફોર્મ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.28 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,88,116 ફોર્મ 6 અને 6એ મળ્યા છે. 9,88,621 ફોર્મ 7 મળ્યા જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી…
શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર
કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક બેઠક હતી, જેમાં તેઓ હાજર રહ્યા ન હતા. આ સતત ત્રીજી વખત છે જ્યારે શશિ થરૂર પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શશિ થરૂર અનેક વખત પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે આના કારણે કોંગ્રેસમાં તેમના વિશે અસ્વસ્થતાની સ્થિતિ છે. દરમિયાન, કોંગ્રેસની બેઠકોમાં તેમની સતત ગેરહાજરી આશંકાઓને જન્મ આપી રહી છે. શિયાળુ સત્ર 19 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને તે પહેલાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ 99 લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બેઠક શિયાળુ સત્રના આગામી દિવસોમાં શાસક પક્ષને કેવી રીતે…
BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ
બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી ધોરણે BLOની કામગીરીમાં રાહત આપવા અપીલ કરી છે. ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈનાત BLOને અતિશ્વ કામHours આપવામાં આવી રહ્યાં હોવાની બાબતને ગંભીરતાથી લીધી. એપેક્સ કોર્ટે સ્પષ્ટ કર્યું કે BLOને ફરજો બજાવવાની ફરજ છે, પરંતુ સરકારો તેમની તરફ માનવતાવાદી અભિગમ અપનાવે તે અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટના ત્રણ મુખ્ય નિર્દેશ સુપ્રીમ કોર્ટે BLO પર વધતા દબાણને ઘટાડવા માટે નીચેના ત્રણ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા: 1. કામના કલાકોમાં છૂટ રાજ્ય સરકારો BLO માટે કાર્ય સમય ઘટાડે જેથી તેમના પર વધુ…
મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની…
સંસદમાં થશે વંદે માતરમ પર ચર્ચા… PM મોદી લેશે ભાગ; 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો
સંસદનું શિયાળુ સત્ર આજથી (સોમવાર, ૧ ડિસેમ્બર) શરૂ થયું છે. વિપક્ષી પક્ષોએ આ સત્રમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગ કરી છે. ચર્ચા ન થવાને કારણે આજે બંને ગૃહોમાં હોબાળો થયો અને વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. દરમિયાન, કેન્દ્ર સરકારે આ અઠવાડિયે સંસદમાં વંદે માતરમ પર ખાસ ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, સરકાર આ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે લોકસભામાં આ મુદ્દા પર ચર્ચા કરી શકે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ માટે 10 કલાકનો સમય ફાળવ્યો છે. એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે ચર્ચામાં ભાગ લેશે. નોંધનીય છે કે વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે, સરકારે આ અઠવાડિયે તેના પર ખાસ ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંસદીય…
















