Ahmedabad : SGVP સંસ્થાન દ્વારા ઉજવાયો શરદોત્સવ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ SGVP સંસ્થાન દ્વારા ભવ્ય રીતે આયોજિત શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. SGVP સંસ્થાન ઉજવામાં આવેલ શરદોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રીજગદીશભાઈ વિશ્વકર્મા, SGVPના સંત સમુદાયના આગેવાનો, તેમજ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરીયા સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોવા મળ્યું સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય શરદોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત અને સંસ્કૃતિક રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. SGVP સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમને ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો હતો. Follow us On Social…







