અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક કેદીઓ ભેગા થઈને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અહમદ સૈયદને મ્હોં અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસે તાત્કાલિક સેન્ટ્રલ જેલનો દોટ્યો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત આતંકી અહમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું સારવાર કાર્ય પૂર્ણ કર્યું હતું. સારવાર બાદ તેને ફરી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવ્યો છે. હુમલો કોણે અને કેમ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અહમદ સૈયદે પણ હુમલાખોરો અંગે કોઈ માહિતી…

લંડનમાં એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મામલો, બ્રિટનની સંસદમાં પડ્યા ઉગ્ર પડઘા

લંડનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજ્યો હતો. બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને તેને ‘ખાલિસ્તાની ગુંડાઓ’ દ્વારા હુમલો ગણાવ્યો. બ્લેકમેને બ્રિટિશ સંસદમાં આ ઘટનાને “લોકશાહીનું અપમાન” ગણાવી. તેમણે ગૃહ સચિવ યવેટ કૂપર પાસેથી આ બાબતે નિવેદન લેવાની માંગ કરી. બ્લેકમેને કહ્યું, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પર ત્યારે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે તેઓ જાહેર સ્થળે ભારતીય લોકોને સંબોધન કર્યા પછી જઈ રહ્યા હતા.’ તેમની કારને ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ રોકી હતી આ જીનીવા સંમેલનની વિરુદ્ધ છે. એવું લાગે છે કે પોલીસ અને સુરક્ષા દળો તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે. આપણે ખાતરી કરવી જોઈએ કે આવું ફરી ન બને. આ પણ વાંચો :-…