ધરખમ ઉછાળા બાદ ચાંદી અને સોનાના ભાવમાં મોટી અસ્થિરતા, રૂપિયો 91.95 પર ગગડ્યો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાઈ છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા મળી છે. આથી રોકાણકારોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ MCX પર ચાંદીના ભાવમાં આજે કુલ રૂ. 65,047ની ઊંચ-નીચ નોંધાઈ. દિવસની શરૂઆતમાં ચાંદી રૂ. 3,99,000 પર ખુલ્યો અને ટોચે પહોંચી રૂ. 4,20,048. ત્યારબાદ ઘટાડા સાથે તે રૂ. 3,55,001 સુધી પહોંચ્યો. અગાઉના બંધ ભાવ રૂ. 3,85,366ની સરખામણીમાં બજારમાં ભારે તીવ્રતા જોવા મળી. સોનાના ભાવની સ્થિતિ સોનાના ભાવમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી. દિવસ દરમિયાન સોનાના ભાવમાં રૂ. 22,971ની ઉથલ-પાથલ નોંધાઈ. સોનાનું ટ્રેડિંગ રૂ. 1,69,882 પર ખુલ્યા બાદ ઊંચા સ્તરે રૂ. 1,80,779 પર પહોંચી અને બાદમાં…
ડોલર સામે રૂપિયો ફરી તૂટયો… સર્વકાલીન નીચલા સ્તરે પહોચ્યો; જાણો વિગત
ભારતીય રૂપિયાનો ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. દરરોજ નવા રેકોર્ડ તૂટતા રહે છે, અને બુધવાર ભારતીય ચલણના ઇતિહાસમાં સૌથી કાળો દિવસ સાબિત થયો. રૂપિયો પ્રથમ વખત યુએસ ડોલર સામે 90 ની નીચે સરકી ગયો, જે 90.14 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો. આ માત્ર આંકડા નથી, પરંતુ ભારતીય અર્થતંત્ર સામે આવનારી સંભવિત મુશ્કેલીઓની ચેતવણી છે. બુધવારની શરૂઆતથી જ ભારતીય ચલણ દબાણ હેઠળ હતું. બજાર ખુલતા જ રૂપિયો 89.97 પર હતો, પરંતુ થોડીવારમાં જ તે 90 ને પાર કરી ગયો. બપોર સુધીમાં તે ઘટીને 90.14 ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ડીલરો માને છે કે બજારમાં ચિંતા વધી ગઈ છે અને રૂપિયાનો ઘટાડો ક્યાં અટકશે તે આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. કેટલાક નિષ્ણાતો…








