પહેલગામ આતંકવાદી હુમલા પર સંરક્ષણ મંત્રી રાજનાથનું મોટું નિવેદન, કહ્યું- ટુંક સમયમાં જ યોગ્ય જવાબ આપીશું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની સતત માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હવે, આ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું છે કે આ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે. સરકાર દરેક જરૂરી પગલાં લેશે – રાજનાથ સિંહ:- દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, “આપણે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે…







