ઓપરેશન સિંદૂરને લઇ રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લખનૌમાં બ્રહ્મોસ એકીકરણ અને પરીક્ષણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી શેર કરી. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ હિંમત, બહાદુરી તેમજ સંયમ દર્શાવતા અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરીને યોગ્ય જવાબ આપ્યો છે. અમે ફક્ત સરહદ નજીક આવેલા લશ્કરી થાણાઓ સામે કાર્યવાહી કરી નહીં, પરંતુ રાવલપિંડી સુધી જ્યાં પાકિસ્તાની સૈન્યનું મુખ્ય મથક આવેલું છે ત્યાં ભારતીય સૈન્યનો ખતરો અનુભવાયો. ભારતમાં આતંકવાદી ઘટનાઓ બનાવવા અને કરાવવાના શું પરિણામો આવે છે, તે ઉરી ઘટના પછી આખી દુનિયાએ જોયું, જ્યારે આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. આ ઉપરાંત, પુલવામા પછી પણ દુનિયાએ તે…







