AMC ના ડે.મ્યુનિ.કમિશનર અને એસ્ટેટ ઓફિસરને કોર્ટનું તેડું, ખુલાસો કરવા તાકીદ!
પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના ઘુમામાં ખેતીની જમીન પર ગેરકાયદે બાંધકામ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબના આક્ષેપ મુદ્દે મિર્ઝાપુર કોર્ટે ખુલાસો માંગ્યો; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૨૩(૧) હેઠળ સુનાવણી. અમદાવાદના ઘુમા વિસ્તારમાં ખેતીલાયક જમીન પર થયેલા કથિત ગેરકાયદે બાંધકામ અને તેને દૂર કરવાની વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબના મામલે ન્યાયિક હસ્તક્ષેપ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ – પશ્ચિમ (South West) ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે કારણદર્શક નોટિસ જારી કરી છે. આ કેસ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઘનશ્યામ એચ. દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ પર આધારિત છે, જેમાં સરકારી આદેશોના પાલનમાં નિષ્ક્રિયતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, ઘુમાના સર્વે નંબર ૮૦૮ ની જમીન…
વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા
ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું. વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું. ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ વર્ષ 2003માં…








