સુપ્રીમ કોર્ટે કહ્યું કાયદો મહિલાઓની સુરક્ષા-સશક્તિકરણ માટે છે, પરંતુ કેટલીક મહિલાઓ તેનો દુરુપયોગ કરે
લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લગ્ન એ કોઈ વ્યવસાયિક સાહસ નથી અને મહિલાઓ માટે કાયદાની જોગવાઈઓ તેમના કલ્યાણ માટે છે અને તેમના પતિઓને સજા કરવા માટે નથી. કોર્ટે આ ટિપ્પણી એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર પ્રથા છે. આ પરિવારનો પાયો છે. આ કોઈ વ્યાપારી સાહસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાઓએ એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે કાયદાની આ કડક જોગવાઈઓ તેમના પોતાના કલ્યાણ માટે છે અને તેમના પતિને સજા કરવા, ડરાવવા, વર્ચસ્વ મેળવવા કે તેમના પાસેથી જબરજસ્તી વસુલી માટે નથીફોજદારી કાયદાની જોગવાઈઓ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે છે પરંતુ કેટલીકવાર કેટલીક મહિલાઓ…







