Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી
ગુજરાતમાં ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યા છે. અમદાવાદના જુહાપુરાના ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પડી છે. આરોપી સામે હત્યા, મારામારી જેવા ગુના નોંધાયેલા છે જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. મુશીરની હવેલી મહેલ કરતા પણ મોટી છે ત્યારે તેને તોડી પડાઈ છે. ત્યારે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હવેલી તોડી પડાઈ છે. આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે સરખેજમાં આરોપીઓનું મકાન તોડી પડાયું :- અસામાજિક તત્ત્વો વિરુદ્ધની ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન પાંચ ગેરકાયદેસર મકાનો તથા નવ દુકાનો તેમજ દરિયાપુર પોલીસ…
Surat : સુરતવાસીઓ માટે સારા સમાચાર, પાણી બિલમાં મળશે રાહત
સુરત શહેરીજનોને રાહત આપવા મનપાની સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કરદાતાઓ અને પાણી બિલમાં રાહત આપવામાં આવશે. સુરતવાસીઓનું 41 હજાર મિલકતોના પાણી બિલમાં વ્યાજ માફ થશે. તેમજ 30 જુન સુધીમાં જે લોકો પાણીનું બીલ ભરશે તેમને ફાયદો થશે. આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ મનપાની સ્થાયી સમિતિ સુરતવાસીઓના મિલકતોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કરદાતાઓને 100 ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. 35536 રહેણાંક મિલકતમાં બાકી વ્યાજની રકમ 17.29 કરોડ થાય છે જ્યારે 30 ધાર્મિક મિલકતમાં બાકી વ્યાજ રૂ.26 હજાર અને બિનરહેણાંક મિલકતમાં બાકી વ્યાજ રૂ.10.55 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- રાજ્યમાં…








