રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન મોદીએ પાઠવી હોળી પર્વની શુભેચ્છા, જાણો શું કહ્યું
દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને ગુલાલ અને રંગોથી રંગી રહ્યા છે અને એકબીજાને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “મારા બધા દેશવાસીઓને હોળીની હાર્દિક શુભેચ્છાઓ. રંગોનો આ તહેવાર લોકોના જીવનમાં પ્રેમ અને આશા લાવે છે અને પરસ્પર એકતા અને ભાઈચારાને મજબૂત બનાવે છે. આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ લાવે અને સાથે મળીને આપણે એક વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપીએ.” પીએમ મોદીએ શું કહ્યું? પીએમ મોદીએ કહ્યું, “હોળી પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. રંગો અને આનંદથી ભરેલો આ તહેવાર દરેક માટે ખુશીઓ લાવે. દરેકના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સફળતાના રંગો છવાઈ જાય.”…
આજે વિજય દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ શહીદોને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ‘વિજય દિવસ’ના અવસર પર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાની અદમ્ય હિંમત અને શહીદ થયેલા સૈનિકોના બલિદાનને યાદ કરવાનો આ દિવસ છે. મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કૃતજ્ઞ રાષ્ટ્ર આપણા નાયકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરે છે. તેમની (બહાદુરીની) વાર્તાઓ દરેક ભારતીયને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત બની રહેશે. જ્યારે મોદીએ ‘X’ પર લખ્યું, “આજે વિજય દિવસ પર, અમે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ જેમણે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું.” તેમણે કહ્યું કે તેમના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ નિશ્ચયે…








