પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ હાઈ એલર્ટ પર

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. રાજભવનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, રાજ્યપાલને ગુરુવારે રાત્રે ઈમેઇલ મારફતે ધમકી આપવામાં આવી હતી. આ ઈમેઇલ મળતા જ તાત્કાલિક પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. ધમકી આપનાર સામે કાર્યવાહી શરૂ રાજભવનના અધિકારીએ જણાવ્યું કે ધમકી આપનાર વ્યક્તિએ ઈમેઇલમાં પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો છે. આ બાબત અંગે રાજ્યના ડીજીપીને જાણ કરી દેવામાં આવી છે અને આરોપીની ઓળખ કરી તેની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ આ ધમકી વિશે માહિતી આપવામાં આવી છે. રાજ્યપાલની સુરક્ષામાં વધારો – ધમકી મળ્યા બાદ રાજ્યપાલની સુરક્ષા વધુ…

જામનગર: કોર્પોરેટર અસલમ ખીલજી પર અજાણ્યા શખ્સોનો હુમલો,, જાણો વિગત

જામનગર મહાનગરપાલિકા ખાતે સક્રિય રાજકારણમાં જાણીતા કોર્પોરેટર અસલમ ખીલજી પર મોડી સાંજે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. તેમને લોહીનું ઘાટ પહોંચાડવામાં આવ્યું અને તાત્કાલિક જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલનાં અધિકારીઓએ જણાવ્યું છે. પક્ષપલટા બાદ હુમલો અસલમ ખીલજી અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચુક્યા છે. પરંતુ તાજેતરમાં તેમણે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાનું નિર્ણય લીધું હતું. પક્ષપલટા બાદ જ થયેલો આ હુમલો રાજકીય અદાવતના સંકેત રૂપે જોવાયો છે. પોલીસ તપાસ અને પગલાં હુમલાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. પોલીસ ગુનો નોંધતાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને હુમલાખોરોની ઓળખ માટે ગુપ્ત જાણકારી…