અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનું વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું છે. યુવતી અગાઉ પણ કરી ચૂકી છે બબાલ પોલીસ દ્વારા 20 ડિસેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે, આ યુવતી બંસરી ઠક્કર અગાઉ પણ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી છે. 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા પાસે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. તે સમયે પણ યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર…