Botad : બોટાદમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો

બોટાદના ગઢડામાં પોલીસે કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે.ઘટનાની જાણ થતા પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે. આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે” કોન્સ્ટેબલ પ્રહલાદ બાવળીયાનો આપઘાત :- મળતી માહિતી મુજબ, પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદ બાવળીયાએ આપઘાત કરી લેતા શોકની લાગણી છવાઈ છે. તો આપઘાત પાછળનું કારણ અકબંધ છે. તો ગઢડા પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ શરુ કરી છે. પોલીસે મૃતકનો ફોન જપ્ત કરીને વધુ કાર્યવાહી કરી છે. તો મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી,કેમ આપઘાત કર્યો તેનું કારણ…