ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’ ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા ખડગેએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે…
રામ રાખે એને કોણ ચાખે… અમરેલીની 5 વર્ષની દીકરીના કારણે આતંકી હુમલામાં આ રીતે બચ્યો પરિવારનો જીવ
પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલ પાઠક પરિવારનો થયો બચાવ થયો હતો. પાંચ વર્ષીય પુત્રી મેશ્વાએ ઘોડા પર જવાની ના કહી અને આગળ ન જવાનો નિર્ણય કર્યો અને જીવ બચી ગયો. અમરેલીના સાવરકુંડલામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કિરીટ પાઠક પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને હુમલાના સમયે તે પોતાની પત્ની અને દીકરી સાથે પહેલગામમાં જ હતાં. કાર ડ્રાઇવર પાઠક પરિવારને બેસરન વેલીમાં લઈ જવા નીકળ્યો હતો. બેસરન મેદાન પાંચ કિલોમીટર ઊંચાઈએ હોવાથી ત્યાં ઘોડા પર બેસીને જવું પડે છે. અને પાંચ વર્ષની દીકરી મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડી દીધી હતી. માતા-પિતાએ સમજાવ્યું તેમ છતાં દીકરી ઘોડા પર બેસવાની ના પાડતી…
Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ
પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ મોત થયું હતું. જેમની અંતિમ યાત્રા આજે સવારે સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. શૈલેષ કળથિયાને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા હતા. મૃતકના પત્નીએ પાટીલને અનેક રજૂઆત કરી હતી અને પાટીલે તમામ રજૂઆત સાંભળી હતી. આતંકી હુમલામાં મૃતઉ પામેલ સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ ગઇકાલે સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શહીદ જેવું સન્માન આપવામાં આવ્યું હતું. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે શૈલેષ કળથિયા અંતિમ…









