દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ
દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના આશરે 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી-જુવાર (શ્રીઅન્ન) સહિત અન્ય પોષક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોએ આ વિતરણ કામગીરી આરંભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિતરણના મુખ્ય ઘટકો: 1. અનાજ વિતરણ (વિનામૂલ્યે): અંત્યોદય અન્ન યોજના (A.A.Y.): પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ અગ્રતા ધરાવતા કુટુંબો (P.H.H.): વ્યક્તિદીઠ 5 કિલો અનાજ 2. શ્રીઅન્ન (મિલેટ્સ) વિતરણ: બાજરી…







