માઘ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, સેક્ટર-5ના નારાયણ શુક્લ ધામ કેમ્પમાં મચી અફરાતફરી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. માઘ મેળા વિસ્તારના સેક્ટર-5માં આવેલા નારાયણ શુક્લ ધામ કેમ્પમાં ભીષણ આગ લાગી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કેમ્પમાં આવેલા તમામ ટેન્ટ અને આસપાસની દુકાનો બળીને ખાખ થઈ ગઈ. કેમ્પમાં હાજર 50થી વધુ લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા મળતી માહિતી અનુસાર, નારાયણ શુક્લ ધામ કેમ્પમાં કુલ 15 ટેન્ટ લગાવવામાં આવ્યા હતા, જેમાં આશરે 50થી વધુ શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓ રહેતા હતા. આગ લાગતાની સાથે જ ધુમાડા અને જ્વાળાઓ ફેલાતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. તમામ લોકો તાત્કાલિક કેમ્પના ગેટ તરફ દોડી ગયા અને સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી. આગ જોઈને સમગ્ર માઘ મેળા…







