તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી તેની કસ્ટડી માંગવામાં આવશે. પૂછપરછની આ પ્રક્રિયા ઘણા અઠવાડિયા સુધી ચાલી શકે છે, જેમાં મુંબઈ હુમલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક વિશે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. ભારત લાવ્યા બાદ, તહવ્વુરને તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાણાને જેલમાં રાખવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે જેથી રાણાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકાય. રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને અમેરિકન…