બોટાદ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધ રહેશે, જાણો ક્યારથી થશે શરુ
બોટાદ માર્કેટિંગ યાર્ડનાં સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધ રહેશે. બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે અને રોજનો હજારો ટન કોટનનો માલ ત્યાં ઠાલવવામાં આવતો હોય છે. માર્ચ એન્ડિંગના કારણે આ માર્કેટ એક અઠવાડિયું બંધ રહેશે. ત્યારે ખેડૂતને જણસ ન લાવવા માટે યાર્ડ દ્વારા અપીલ કરાઈ છે –: માર્કેટિંગ યાર્ડમાં 1 એપ્રિલથી શરુ :- બોટાદ માર્કેટિંગ યાર્ડ 1 એપ્રિલથી ધમધમતું થશે. માર્ચ એન્ડિંગના હિસાબોનાં કારણે માર્કેટ અઠવાડિયું બંધ રહેશે સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કોઈ પણ જણસ વેચાણ માટે લાવી શકશે નહી.1 એપ્રિલ બાદ તમામ જણસોનો લે-વેચનો વેપાર શરૂ થશે. માર્કેટના આખા વર્ષના હિસાબો કરવાના હોવાથી માર્કેટ બંધ રાખવાની વાત સામે આવી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર હિસોબામાં…







