અમદાવાદમાં માણેક બુરજ ખાતે ‘સાબરમતી નેવિગેશન અનફૂલ ફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન
અમદાવાદના સ્થાપના વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદ બુરજ ખાતે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી દ્વારા લિખિત ‘સાબરમતી નેવિગેશન અનફૂલફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકનું વિમોચન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત આ ગ્રંથમાં 1894 સમયમાં ખંભાતના અખાતથી ચેનલ મારફતે દરિયાનું પાણી અમદાવાદ સુધી લાવીને શહેરને મેરીટાઈમ સીટી તરીકે વિકસાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો, જો – કે બ્રિટિશ સરકારે આ યોજના નકારી કાઢતાં આ મહત્વકાંક્ષા અધૂરી રહી હતી, તેમ છતાં આજના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ સહિતના પ્રકલ્પોને કારણે તે સ્વપ્ન કેટલેક અંશે સાકાર થયાનું માનવામાં…







