Mahashivratri / મહાશિવરાત્રીના મેળામાં ભજનનો અનોખો રંગ, છેલ્લા 16 વર્ષથી લંડનથી આવે છે જૂનાગઢ
જૂનાગઢ/ સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે, મહાશિવરાત્રીના મેળામાં પણ દૂરસુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે- ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરીને પોતાને ભાગ્યવાન માને છે, તેવા જ એક ભજન પ્રેમી અર્પણ ફટાણીયા છેલ્લા સોળેક વર્ષથી છેક લંડનથી મહાશિવરાત્રીના મેળામાં અચૂક પધારે છે અને ગિરનારી ભૂમિ પર ભજન ગાયને પોતાની વાણીને પવિત્ર કરે છે. મૂળ પોરબંદરના પણ વર્ષો પહેલાં બાપ દાદા વખતથી જ લંડન સ્થાયી થયેલા અર્પણ ફટાણીયા સુપ્રસિદ્ધ ભજનીક સ્વ. પ્રાણલાલ વ્યાસના શિષ્ય છે, આ સંદર્ભમાં તેઓ કહે છે કે, વર્ષ 2006માં હું પ્રથમવાર જૂનાગઢ આવ્યો ત્યારે ભજન પ્રત્યે લગાવ જાગ્યો હતો, એટલે ખાસ સ્વ. પ્રાણલાલ વ્યાસે આપણા ભજનની સંસ્કૃતિ દેશ પરદેશની…
સંસ્કૃતિ કેન્દ્રે બ્રિટનમાં દુર્લભ સપ્ત માતૃકાની વાર્તા પર નૃત્ય રજૂ કર્યું
લંડનમાં કલા માટે અગ્રણી સંસ્થા ધ ભવન ખાતે સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખિત માતા દેવીઓની શક્તિશાળી વાર્તાનું નૃત્યમય રજૂકરણ કરવામાં આવ્યું. ‘માતૃ વંદના’ નામનો આ વિશિષ્ટ કાર્યક્રમ યુકેમાં માતૃદિનની ઉજવણી સાથે સંકળાયેલો હતો, જે સદીઓ જૂની ભારતીય અને બ્રિટિશ પરંપરાઓને સમાવી માતાઓ અને માતૃત્વનું સન્માન કરતો એક અનોખો સમારંભ હતો.આ પ્રસંગે બકિંગહામ પેલેસ દ્વારા મહામહિમ રાજા ચાર્લ્સ વતી મોકલાયેલા અભિનંદન સંદેશનું વાચન કરવામાં આવ્યું. શ્રોતાઓએ એક ભવ્ય શાસ્ત્રીય નૃત્ય જોયું, જેમાં સપ્ત માતૃકાઓ – સાત દિવ્ય માતાઓ – ને રક્તબીજની રાક્ષસી સેનાની સામે યુદ્ધ રત યોદ્ધાઓ તરીકે દર્શાવવામાં આવી હતી. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેના સંઘર્ષનું પ્રતીક હતું.કાર્યક્રમની ઉજવણી માટે લંડન યુનિવર્સિટીના પ્રોફેસર પીટર ઓસ્ટિન, બાફ્ટા સભ્ય પોલ બ્રેટ, પુરસ્કાર વિજેતા…
લંડનમાં ચેથમ હાઉસની બહાર ખાલિસ્તાનીઓએ કર્યા દેખાવો, જયશંકરની કાર રોકવાનો કર્યો પ્રયાસ
વિદેશ મંત્રી એસ. જયશંકરની બ્રિટન મુલાકાત દરમિયાન ખાલિસ્તાની તોફાનીઓએ ફરી એકવાર બધી હદો પાર કરી દીધી છે. તેમણે લંડનમાં ચેથમ હાઉસની બહાર ભારે હોબાળો મચાવ્યો. જયશંકરે આ જ ચેથમ હાઉસમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, ખાલિસ્તાન સમર્થક વિરોધીઓએ બુધવારે ચેથમ હાઉસની બહાર પ્રદર્શન કર્યું, જ્યાં વિદેશ મંત્રી જયશંકરે ચર્ચામાં ભાગ લીધો હતો. વિરોધીઓ ઇમારતની બહાર એકઠા થયા. તેઓએ ખાલિસ્તાન તરફી ધ્વજ અને સ્પીકર્સ લઈને સૂત્રોચ્ચાર કર્યા. મંગળવારે અગાઉ, યુકેના ગૃહ સચિવ યવેટ કૂપર સાથેની તેમની મુલાકાતમાં, જયશંકરે કહ્યું હતું કે અમે ભારત અને યુકે વચ્ચે પ્રતિભાના પ્રવાહ અને દાણચોરી અને ઉગ્રવાદનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. ‘લંડનમાં ગૃહ સચિવ સાથે સારી મુલાકાત થઈ,’ તેમણે X પર…









