પાકિસ્તાને વિદેશી પત્રકારો માટે નવા નિયમો લાગુ કર્યા, NOC વિના ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી બહાર નહીં કરી શકાય રિપોર્ટિંગ

પાકિસ્તાન સરકારે વિદેશી પત્રકારો માટે નવા રિપોર્ટિંગ નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ માટે કામ કરતા વિદેશી પત્રકારોએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની બહાર કોઈપણ વિસ્તારમાં રિપોર્ટિંગ કરવા પહેલાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયને કારણે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સ્વતંત્ર રિપોર્ટિંગ પર અસર પડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. માહિતી અનુસાર, પાકિસ્તાનમાં નવા નિયમોનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. હવે કોઈપણ વિદેશી પત્રકાર જો પાકિસ્તાનના અન્ય શહેરો અથવા સંવેદનશીલ વિસ્તારોમાં મેદાની રિપોર્ટિંગ કરવા માંગતા હોય તો તેમને અગાઉથી સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી વિના રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સંવેદનશીલ વિસ્તારોમાં પત્રકારો પર વધશે નિયંત્રણ નવા નિયમો બાદ પાકિસ્તાન કબજા હેઠળનો કાશ્મીર (PoK),…

પાકિસ્તાન : લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરી એકવાર સામેલ, AQI 577 ના “ખતરનાક” સ્તર પર…

પંજાબ પ્રાંતની રાજધાની લાહોર ફરી એકવાર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવ્યું છે. IQAir ના હવા ગુણવત્તા ડેટા અનુસાર, રવિવારે વહેલી સવારે લાહોરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 577 ના “ખતરનાક” સ્તર પર પહોંચ્યો. સતત ચોથા દિવસે શહેરના મોટા ભાગો ગાઢ ધુમ્મસમાં છવાયેલા રહ્યા, જેના કારણે દૃશ્યતા ઘટી અને સ્થાનિક રહેવાસીઓમાં ગંભીર આરોગ્ય ચિંતાઓ ઉભી થઈ. હવા પ્રદૂષણનું સ્તર DHA ફેઝ 8 માં 448, ગુરુમંગટ રોડ પર 342 અને AC ઓફિસ શાલીમાર કોમ્પ્લેક્સ પાસે 305 સુધી નોંધાયું, જ્યારે ગુજરાંવાલા 632 અને સિયાલકોટ 462 સુધી પહોંચ્યું. પર્યાવરણીય નિષ્ણાતોએ જણાવ્યું કે લાંબા સમય સુધી આ ભારે પ્રદૂષણના સંપર્કમાં રહેવું શ્વસન રોગો, આંખ અને ગળામાં બળતરા, તેમજ ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખતરનાક છે. લાહોરમાં સ્થાનિક જૂથો અને પોલીસ ધુમાડા વિરોધી…

ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, કહ્યું લાહોર છોડો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે. તેમણે અમેરિકન લોકોને લાહોર છોડી દેવાની અપીલ કરી છે. ઉપરાંત, દૂતાવાસે તેના અધિકારીઓને સલામત સ્થળે રહેવાની સૂચના આપી છે. લાહોરમાં ચાલી રહેલ તણાવ વચ્ચે યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને સલામત સ્થળોએ રહેવા નિર્દેશ આપ્યો છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે. કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી શકે છે. આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો ફટકો, હવાઈ ડિફેન્સ સિસ્ટમનો કાઢ્યો કચ્ચરઘાણ યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે જે અમેરિકન નાગરિકો પોતાને સક્રિય સંઘર્ષ ક્ષેત્રમાં છે તેઓએ જો સુરક્ષિત રીતે શક્ય હોય તો સ્થળાંતર કરવું જોઈએ. જો…