કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન, બોલેરો પિક-અપમાંથી વિસ્ફોટકોના ગોળા મળી આવ્યા, જે ઘઉના લોટથી કવર કરવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લોખંડનો કોચથો અને છરી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનાની નોંધ હાજીપીર પોલીસ સ્ટેશનમાં એક્સલોઝીવ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોના નામ અને સરનામું આ પ્રમાણે છે: – પ્રકાશ હિરાભાઈ સથવારા, ઉંમર ૨૫, હેમલાઈ ફળીયું, અંજાર – રાજુ વેલજી દાતણીયા, ઉંમર ૩૫, સતાપર, અંજાર – હિરા કાનજી દાતણીયા, ઉંમર ૨૮, હેમલાઈ ફળીયું, અંજાર સફળ કામગીરી માટે પો.સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલ, એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ કિરણકુમાર…