જો અમેરિકા હુમલો કરશે તો… ખામેનીએ આપી મોટી ધમકી

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ રવિવારે એક મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાન પર કોઈપણ લશ્કરી હુમલો મધ્ય પૂર્વમાં ‘પ્રાદેશિક યુદ્ધ’ શરૂ કરશે, જે સમગ્ર ક્ષેત્રમાં મોટા પાયે સંઘર્ષમાં ફેલાઈ શકે છે. ઈરાની નેતાનું આ નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈસ્લામિક રિપબ્લિક પર લશ્કરી હુમલાની ધમકી આપ્યા બાદ આવ્યું છે. 86 વર્ષીય આયાતુલ્લાહ અલી ખામેનીની આ ટિપ્પણીઓ અત્યાર સુધીની તેમની સૌથી સીધી ધમકી માનવામાં આવે છે. ઈરાનના સરકારી ટેલિવિઝનએ ખામેનીને ટાંકીને કહ્યું કે અમેરિકનોએ જાણવું જોઈએ કે જો તેઓ યુદ્ધ શરૂ કરશે, તો આ વખતે તે પ્રાદેશિક યુદ્ધ હશે. ખામેનીએ વધુમાં કહ્યું, “અમે ઉશ્કેરણી કરનારા નથી, કે અમે કોઈ દેશ પર હુમલો કરવા માંગતા નથી. પરંતુ…