અમેરિકાએ યમનની રાજધાની પર કરી એરસ્ટ્રાઇક, 9 લોકો ઇજાગ્રસ્ત, અનેક ઇમારતો-મકાનોને નુકસાન

અમેરિકાએ ફરી એકવાર યમનની રાજધાની સના પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા. જેમાં સાત મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. હુતી સંચાલિત અલ-મસિરાહ ટીવીને ટાંકીને સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, સનાના ગેરાફ વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે નજીકના ઘરોને નુકસાન થયું હતું અને બાજુની ઇમારતમાં આશરો લેનારા નાગરિકો ઘાયલ થયા હતા. આ પણ વાચો :- ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ, આ યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ હુતી નિયંત્રિત આરોગ્ય સત્તાવાળાઓ અનુસાર, આ વિસ્તાર પર આ બીજો યુએસ હુમલો હતો. આ પહેલા શનિવારે થયેલા હુમલામાં 53 લોકો માર્યા ગયા હતા અને 98 લોકો ઘાયલ થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉત્તરી…