મકરસંક્રાતિની લોકપ્રિય વાનગી: ઊંધિયુના વિવિધ પ્રકાર, જાણો વાનગીના પ્રકારો

મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી માટે ઘરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પતંગ ઉડાવવાની મોજ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની મજા સૌને પ્રફુલ્લિત કરે છે. આ તહેવારમાં ખાસ કરીને ઉંધિયુનું સ્વાદ મોઢામાં છૂપાઈ રહે છે. ઉંધિયુ ફક્ત ગુજરાતમાં નહીં, પણ વિદેશમાં પણ લોકપ્રિય છે. ગુજરાતીઓની શાન ગણાતું આ વાનગી, વિસ્તાર પ્રમાણે અલગ-અલગ પ્રકારમાં તૈયાર થાય છે. ઊંધિયાના મુખ્ય પ્રકાર: 1. સુરતી ઊંધિયું: સુરતી ઊંધિયું સૌથી લોકપ્રિય છે. તેમાં પાપડી, કંદ, શક્કરિયા અને બટાકાનો ઉપયોગ થાય છે. નાળિયેર અને સીંગદાણા સાથે કોથમીર મસાલાનો તડકો આપવામાં આવે છે. પરંપરાગત રીતે માટીના માટલામાં ઊભું દાટીને અથવા કઢાઈમાં બનાવવામાં આવે છે. 2. લીલું ઊંધિયું: આ પ્રકારનું ઉંધિયું ફક્ત લીલા શાકભાજીથી બને છે. અમદાવાદ અને વડોદરા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. લાલ મરચું…