28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે

દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે સલામત અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો અને કર્મચારીઓના જીવન અને આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાની. કેમ ઉજવાય છે આ દિવસ? આ દિવસ એ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને એવી કામકાજની જગ્યા મળવી જોઈએ જ્યાં તે નિર્ભય રીતે કામ કરી શકે અને જ્યાં સલામતીના પૂરતા ઉપાયો હોય. ઘણી વખત, નાની બેદરકારી જીવલેણ બની શકે છે. આ દિવસ એ સમજાવે છે કે “સલામતીમાં કોઈ પણ સમાધાન ચાલશે નહીં.” ઇતિહાસ આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી. જોકે, 28 એપ્રિલની તારીખ પસંદ કરવાનું…