ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી, ટાઇટલ જીતવા પર મળશે કરોડો રૂપિયા
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ઈનામી રકમ: પાકિસ્તાન અને UAE માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC દ્વારા ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઈનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટના વિજેતાને ૨.૨૪ મિલિયન યુએસ ડોલર મળશે, જે ભારતીય રૂપિયામાં ૨૦ કરોડ રૂપિયાની નજીક થાય છે. આ ઉપરાંત, રનર-અપ ટીમને 1.12 મિલિયન મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમોને 560,000 મળશે. 2017 માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇનામ પૂલ 6.9 મિલિયન હતો.ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને 34,000 (રૂ. 30 લાખ) ની ઈનામી રકમ મળશે. પાંચમા કે છઠ્ઠા સ્થાને રહેનારી દરેક ટીમને USD 350,000 (રૂ. 3 કરોડ) મળશે, જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેનારી ટીમોને USD 140,000 (રૂ. 1.2…







